મોરબીના વીરપરડા પાસે ટેન્કરોમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીના ગુનામાં પકડાયેલા નવ પૈકીના પોલીસકર્મી સહિત ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીના વીરપરડા ગામ પાસે રવિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુદા જુદા ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલના જથ્થાની ચોરી કરવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો હતો જે ગુનામાં પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીઓને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે પોલીસ કર્મચારી સહિત ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જયારે ૬ આરોપીના શરતી જામીન મંજુર કરવામાં આવેલ
માળીયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ વીરપરડા ગામ પાસે હોટલ નજીક પેટ્રોલ અને ડીઝલની ટેન્કરમાંથી ચોરી થતી હોવા અંગેની સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે રવિવારે બપોરે 12:00 થી 12:30 વાગ્યાના અરસામાં ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના પી.એસ.આઇ. સી.એન. પરમાર અને તેની ટીમ દ્વારા રેડ કરવામાંહતી ત્યારે સ્થળ ઉપર થી ટેન્કરોમાંથી કાઢવામાં આવેલ ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો અને કુલ મળીને પોલીસ કોન્સ્ટેબલ સહિત નવ શખ્સોને સ્થળ ઉપરથી દબોચી લેવામાં આવ્યા હતા. જે બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જેમાં જણાવ્યું છે કે સ્થળ ઉપરથી જુદા જુદા ટેન્કરોમાંથી ચોરી કરીને મેળવેલ ડીઝલનો જથ્થો15,200 લીટર જેની કિંમત 13,98,400 તેમજ ચોરી કરીનો મેળવેલ 5200 લીટર પોટ્રોલ જેની કિંમત 4,99,200, એક ટેન્કર 10,00,000, એક મારુતિ સ્વિફ્ટ કારસ 4,00,000, એક મહિન્દ્રા થાર જીપ 10,00,000, રોકડ રૂપિયા 3,05,935 તેમજ મોબાઈલ ફોન-10 જેની કિંમત 95,000 અને અન્ય મુદામાલ મળીને 47,05,085 નો મુદામાલ કબજે કરેલ છે આ ગુનામાં પકડાયેલા નવ આરોપીઓને મોરબીના લાલબાગમાં આવેલ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે તપાસનીસ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે નવ પૈકીના પોલીસ કર્મચારી સહિત ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેમા શક્તિસિંહ મધુભા જાડેજા, રાજેશ ઉર્ફ રાજુ દેવાભાઈ ખુંગલા અને પોલીસ કર્મચારી ભરતભાઈ પરબતભાઈ મિયાત્રાનો સમાવેશ થાય છે જ્યારે ૬ આરોપીના પ્રત્યેકના ૨૦ હજારના શરતી જામીન મંજુર થયેલ છે આ કેસમાં આરોપી નેતારામ, ગોવિંદભાઇ, સંતોક, પ્રકાશ અને હિરાલાલના વકીલ તરીકે ગોપાલભાઇ ઓઝા અને મેનાજબેન પરમાર રોકાયેલ હતા જ્યારે મારવાણીયા રાજુભાઇ તરફે ધર્મેન્દ્રભાઇ પટેલ અને જયદિપભાઇ ડાભી રોકાયેલ હતા