માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડ રૂપિયાની જોગવાઈ
Gujarat Budget 2024 : રસ્તાઓની ગુણવત્તા, હયાત બ્રિજની ચકાસણી તથા સુદ્રઢીકરણ અને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારો માટે હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવા માટે બજેટમાં કુલ 22163 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 22163 કરોડ રૂપિયાની જોગવાઈ
રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજયના વિકાસ માટે ધોરી નસ સમા છે. રાજયે અંતરિયાળ વિસ્તારથી માંડી વિકાસના કેન્દ્રો સમા ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરેલ છે. જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદ્રઢ કરવાની સરકારની નેમ છે. આગામી સમયમાં રસ્તાઓની ગુણવત્તા, હયાત બ્રિજની ચકાસણી તથા સુદ્રઢીકરણ અને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારો માટે હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાની સરકારની પ્રાથમિકતા છે. પ્રગતિ હેઠળના કામો:• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે `૫૦૦૦ કરોડની જોગવાઇ.• દરિયા કાંઠે આવેલ હયાત રસ્તાઓનું મજબૂતીકરણ/અપગ્રેડેશન/ ખૂટતીકડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે `૨૪૪૦ કરોડના આયોજન અન્વયે પ્રથમ અને બીજા તબક્કાના કુલ ૪૬ રસ્તાઓ અને પુલો માટે `૯૭૯ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે `૨૧૬ કરોડની જોગવાઈ.• સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા પ્રથમ અને બીજા તબક્કાના રસ્તાઓ માટે `૨૮૪ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે `૧૦૦ કરોડની જોગવાઈ. • અંદાજિત `૧૬૦૦ કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે `૩૧૮ કરોડની જોગવાઈ. • ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજિત `૩૧૦૦ કરોડના ખર્ચે વિકસાવવા રાજય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ – પીપળી, સુરત – સચિન – નવસારી, અમદાવાદ – ડાકોર, ભુજ –ભચાઉ, રાજકોટ – ભાવનગર, મહેસાણા – પાલનપુર સહિત ૬ હાઇસ્પીડ કોરીડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેના માટે `૨૨૨ કરોડની જોગવાઈ. • દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતાં કુલ ૧૭ રસ્તાઓના વિકાસ માટે `૫૬૮ કરોડનું આયોજન. જેના માટે `૫૨૬ કરોડની જોગવાઈ. • જૂના પુલોના પુન: બાંધકામ, મજબુતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગના `૫૩૦ કરોડના કામો માટે `૨૭૦ કરોડની જોગવાઈ.• મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૧૪ રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની `૧૧૫૯ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.• ઔદ્યોગિક વિસ્તારને જોડતા ૮૮ કિલોમીટરના ચાર રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની `૮૪૩ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની `૧૭૪૯ કરોડની અંદાજિત કિંમતની કામગીરી અન્વયે રાજ્યના ૩૦૧૫ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોની ૬૬૦ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે `૬૦૦ કરોડની જોગવાઈ.• વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે `૨૪૬ કરોડની જોગવાઇ. • `૯૬૨ કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર માર્ગીય કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે. • ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી.ની કામગીરી અન્વયે `ર૮૪૭ કરોડના ખર્ચે કુલ ૪૯ કામો પ્રગતિ હેઠળ. • ભરૂચ દહેજ રસ્તા પર `૪૨૦ કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંકશન સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ.• કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ-૬૫ ના રસ્તાને વિકસાવવા માટે `૨૦૦ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.• હિંમતનગર બાયપાસના રસ્તાને `૭૫ કરોડના ખર્ચે ચાર માર્ગી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.• ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર રાજસ્થાન સર્કલ ખાતે કેબલ સ્ટેઇડ ઓવરબ્રીજનું `૧૩૬ કરોડનું કામ પ્રગતિ હેઠળ.• સાબરમતી નદી પર સાદરા ગામ પાસે બ્રીજ બાંધવાનું `૮૯ કરોડનું કામ પ્રગતિ હેઠળ. • ગાંધીનગર-પેથાપુર મહુડી રોડમાં ફ્લાય ઓવર, રસ્તાનું ચાર માર્ગીયકરણ અને જંક્શન સુધારણા માટે `૧૨૫ કરોડનું કામ પ્રગતિ હેઠળ. નવા કામો :• અંદાજિત `૨૦૦૦ કરોડના ખર્ચે રાજ્યના કોર રોડ નેટવર્કમાં સમાવિષ્ટ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે `૭૦૦ કરોડની જોગવાઈ.• અંદાજિત `૧૨૦૦ કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે `૪૫૦ કરોડની જોગવાઈ.• અંદાજિત `૮૦૦ કરોડના ખર્ચે રાજયના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુઘારણા, વાઇડનીંગ તથા મજબુતીકરણ, સ્ટ્રકચર અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે `૩૦૦ કરોડની જોગવાઈ.