સામાન્ય વહીવટ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ : કચેરીઓ અને શાળાઓમાં રજા રહેશે
મોરબી જિલ્લાના ગૌરવ સમાં એવા કરોડો લોકોના પથદર્શક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ નિમિત્તે મોરબી જિલ્લામાં જાહેર રજા રહેશે. આ મામલે સરકારે આદેશ પણ જાહેર કર્યો છે.તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ સમારોહ મોરબી જિલ્લાના ટંકારા ખાતે યોજવામાં આવનાર છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે પધારનાર છે.સમગ્ર મોરબી જિલ્લાના લોકો મહર્ષિ દયાનંદ સરસ્વતીના મોરબી ખાતે યોજાનાર ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ સ્મરણોત્સવ સમારોહમાં સહભાગી થઇ શકે તેવા હેતુથી તા. ૧૨/૦૨/૨૦૨૪, સોમવારના રોજ મોરબી જિલ્લા ખાતેની તમામ સરકારી કચેરીઓ, મોરબી ખાતેના રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયતની કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરવામાં આવે છે. આ રજા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ની જોગવાઈઓ હેઠળ જાહેર કરેલ નથી. તેમ અધિક સચિવ (પ્રોટોકોલ) સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.