જુનાગઢ તોડકાંડનો ફરાર આરોપી તરલ ભટ્ટ અંતે ઝડપાયો, ATS એ કરી ધરપકડ
જુનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી તરલ ભટ્ટની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. ATS એ ધરપકડ બાદ તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
જુનાગઢ તોડકાંડનો ફરાર આરોપી તરલ ભટ્ટ આખરે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આજે ATSના હાથે સસ્પેન્ડ પીઆઇની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા અમદાવાદ સ્થિત નિવાસસ્થાને ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું હતું. અંતે એટીએસના હાથે તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. ATS અન્ય બે આરોપીઓનું પણ પગેરું દબાવી રહી છે. ધરપકડ બાદ તરલ ભટ્ટની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના રિંગ રોડ પરથી તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.જૂનાગઢ તોડકાંડ મામલે ATSની તપાસ તેજ બની છે. જેના પગલે પી આઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત ઘરે તપાસ એજન્સીઓના દરોડા પડ્યા છે. તરલ ભટ્ટ સહિતના આરોપીઓની શોધખોળ માટે ATS ની જુદી જુદી ટીમો કાર્યરત થઈ છે. તોડકાંડને લગતા પુરાવાઓ એકત્ર કરવા સર્ચ કરવામાં આવ્યુ છે.કોણ છે તરલ ભટ્ટPI તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં PSI તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ ગઈ હતી, કે ક્રાઈમ બ્રાન્ચમાં સાયબર રોલ ઉભો કરવામાં આવ્યો. પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યાં. પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિલાએ હેબિયર્સ કોપર્સ કરી હતી. રિઝવાનના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી. 1 લાખ રૂપિયા ન અપવા પર તાત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટે સલીમને માર માર્યો હતો. હાઈકોર્ટે ઉધડો લેતા તરલ ભટ્ટની અમદાવાદ બહાર બદલીના આદેશ આપ્યા હતા.