ખેડૂતોની પંજાબના ફતેહગઢ સાહિબથી દિલ્હી તરફ કૂચ, કહ્યું- સરકાર ટાઇમ પાસ કરી રહી છે
ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. પંજાબના ફતેહગઢ સાહિબથી ખેડૂતોના જૂથ દિલ્હી જવા રવાના થયા છે. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે અમારું આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે.
#WATCH | Farmers with their tractors move towards the Shambhu border near Ambala from Fatehgarh Sahib in Punjab, as farmer unions have given 'Chalo Delhi' protest call over their various demands pic.twitter.com/I3rpCnQ8Gc
— ANI (@ANI) February 13, 2024
ખેડૂત નેતાએ કહ્યું કે, અમે કેન્દ્ર સરકારના મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા સાથે લાંબી વાત કરી. આ દરમિયાન મંત્રીઓએ ખેડૂતો પરના કેસ પડતી મૂકવાની વાત કરી છે. અન્ય કેટલીક બાબતોનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતો અને મજૂરોની લોન માફ કરવા અને MSPની બાંયધરી આપવાના કાયદા પર કોઈ સર્વસંમતિ સધાઈ નથી. સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, મંત્રીઓએ વાતચીત દરમિયાન કહ્યું કે અમે MSP અંગે એક કમિટી બનાવીશું. અમે આ સાથે અસંમત છીએ. આખરે આ મામલે કમિટી બનાવવાની શું જરૂર છે? તમારી સરકાર છે, નોટિફિકેશન સીધું બહાર પાડવું જોઈએ.
#WATCH | Security heightened at Tikri Border in view of the march declared by farmers towards the national capital today. pic.twitter.com/FRv0CqJMob
— ANI (@ANI) February 13, 2024
આ સિવાય લોન માફી અંગે સરકારે કહ્યું કે, અમે જોઈશું કે કેટલી લોન છે. આ અંગે પણ સરકારે પહેલા જાહેરાત કરવી જોઈએ અને પછી પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ. પંઢેરનો આરોપ છે કે હરિયાણામાં ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમને ધમકી આપવામાં આવી રહી છે કે તેઓ આંદોલનમાં ન જાય અન્યથા તેમના બાળકોને ભણવા દેવામાં નહીં આવે. તેમની નોકરી પર અસર થશે. આ સિવાય પાસપોર્ટ પાછો ખેંચી લેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. ખેડૂત આગેવાનોએ કહ્યું કે, બે વર્ષથી એમએસપી અંગે કમિટી બનાવવાની વાત ચાલી રહી છે. હવે અમે આવી વાતોમાં માનતા નથી. અમારા આંદોલનને સ્થગિત કરવા માટે જ આવા વચનો આપવામાં આવી રહ્યા છે.મીડિયાને કરાઇ અપીલદરમિયાન, ખેડૂત નેતાઓએ પણ મીડિયાને તેમના આંદોલનને રાજકીય ન કહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે અમે કોંગ્રેસ સાથે જોડાયેલા નથી. ડાબેરીઓ સાથે પણ અમારું કોઈ સંકલન નથી. કોંગ્રેસના શાસનમાં પણ ખેડૂતોને ન્યાય મળ્યો નથી. હજુ પણ થઈ રહ્યું નથી. અમે ન તો ભાજપ કે કોંગ્રેસના વિરોધી છીએ. અમારી માંગણીઓ સ્વીકારવી જોઈએ. અમે દેશના ખેડૂતો છીએ અને ખેડૂતો અને મજૂરોનો અવાજ ઉઠાવવા માટે અમે રસ્તા પર ઉતરી આવ્યા છીએ.
#WATCH | Farmers begin their 'Delhi Chalo' march from Fatehgarh Sahib in Punjab. pic.twitter.com/WE7mXiPu9J
— ANI (@ANI) February 13, 2024