વાંકાનેર શહેરમાં એલસીબીએ કરી દારૂની ચાર રેડ !: સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ
વાંકાનેર શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર છૂટથી દેશી દારૂનું વેચાણ થતું હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે કેમ કે, મોરબી એલસીબીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને વાંકાનેર શહેરની અંદર જુદી જુદી ચાર જગ્યાએ દેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા
મોરબી જિલ્લામાં દેશી દારૂ, વિદેશી દારૂ, ડ્રગ્સ સહિતની અનેકનસાકારક વસ્તુઓનું છૂટથી વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જો વાંકાનેર શહેરની વાત કરીએ તો સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ વાંકાનેર શહેરમાં અનેક જગ્યા ઉપર દારૂના હાંકડા ધમધમી રહ્યા છે અને નશાનો કારોબારો ચાલી રહ્યો છે એટ્લે જ તો અફીણ સહિતના નશાકાર દ્રવ્યો ત્યથી સમયાંતરે મળી આવે છે જોકે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઊઠે તે રીતે મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા વાંકાનેર શહેરમાં એક જ દિવસમાં ચાર જગ્યા ઉપર દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી અને દારૂના જથ્થા સાથે આરોપીઓને પકડવામાં આવ્યા છે જેમાં ધમલપર-1 જૂના ખંઢેરમાં બાવળની કાટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૬૦ લિટર દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ૩૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, આ માલ રહીમભાઈ રાયધનભાઈ મોવર રહે. વાંકાનેર વાળાનું હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે ગુલશન પાર્ક સોસાયટી નાલા પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૨૨ લીટર દારૂ મળી આવતા પોલીસે ૪૪૦ ની કિંમતના દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગર મરિયમબેન ઉર્ફે હબીબભાઈ વિકિયાણી જાતે સંધિ (૬૦) રહે. ગુલશન પાર્ક સોસાયટી વાંકાનેર અને વાંકાનેર મિલ પ્લોટ મસ્જિદ વાળી શેરીમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી ૧૪ લીટર દેશી દારૂ જેની કિંમત ૨૮૦ રૂપિયાના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગર શરીફાબેન ઉર્ફે સબુબેન બાબુભાઈ વિકિયાણી જાતે સંધિ (૬૦) રહે. મિલ પ્લોટ મસ્જિદ વાળી શેરી વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે આ ઉપરાંત વાંકાનેર ચોટીલા હાઈવે લિંબાળાના ઢોરે ગેલેક્સી સ્કૂલ સામે મફતિયાપરા વિસ્તારમાં ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૫ લિટર દેશી દારૂ તથા રોકડા ૧૧,૩૫૦ અને પાંચ હજારનો મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૬,૮૫૦ ના મુદ્દામાલ સાથે સાયરાબેન ઉમેદભાઈ રાજા જાતે સંધિ (૩૧) રહે. લિંબાળાના ઢોરે વાંકાનેર વાળાની ધરપકડ કરીને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી આગળી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર શહેરમાં એક જ દિવસમાં એલસીબીની ટીમ દ્વારા ચાર જગ્યા ઉપર દારૂના ધંધાર્થીઓને ત્યાં રેડ કરવામાં આવી છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે