વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર રેલ્વે સ્ટેશનથી આગળ હશનપર ગામ તરફ જતા રોડ ઉપરથી આરોપી રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટ રહે.શકિતપરા (હશનપર) તા.વાંકાનેર જી.મોરબી નામના શખ્સને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2040 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
