વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે એનપીએસ ના વિરોધમાં ઘરણાસૂત્રોચાર પ્રદર્શન
વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ રાજકોટ દ્વારા વાંકાનેર મુકામે એનપીએસના વિરોધમાંધરણા પ્રદર્શન.
વાંકાનેર ખાતે વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા એન એફ આઈ આર ના આહવાનને લઈને તારીખ 8 1 24 થી તારીખ 11 1 24 દરમિયાન એનપીએસ રદ કરવા માટે સમગ્ર રાજકોટ ડિવિઝન માં મંડળ મંત્રી હિરેનભાઈ મહેતા ની આગેવાની હેઠળ સમગ્ર ડિવિઝનમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે આજે વાંકાનેર ખાતે એનપીએસ ને રદ કરવા માટે વિરોધ પ્રદર્શન થયેલ જેમાં એન પી એસ રદ કરો ઓપીએસ લાગુ કરો તેમજ સરકાર વિરોધી સૂત્રોચાર કરી એનપીએસ રદ કરવા માટે માંગ કરી રહ્યા છે આ આ અગાઉ કર્મચારીઓ પાસે ગુપ્ત મતદાન કરી હડતાલમાં જવા માટે મતદાન કરેલ છે જેમાં 90% કર્મચારીઓ એ હડતાલની માંગ કરેલ છે આવનારા દિવસોમાં એનપીએસ રદ કરવામાં નહીં આવે તો એનએફઆઈઆર તેમજ વેસ્ટન રેલવે મજદુર સંઘ દ્વારા ભૂખ હડતાલ તેમજ રેલ રોકો આંદોલન કરવામાં આવશે આજે મંડળ મંત્રી હિરેન મહેતાની આગેવાની હેઠળ આર એચ જાડેજા ,મહેન્દ્રસિંહ, રણવીર સિંહ ભગીરથસિંહ, લાલાભાઇ ,અબ્દુલભાઈ, ઇસ્માઈલભાઈ, મનોજ ઠાકર, મહાવીર સિંહ, જીતુ ભાઈ, મહેશ ભાટી, ફતેહ મહમદ, જાની ભાઈ, મનિષ સી, રામજી એન, મહેશ એન અને આ ઉપરાંત રાજકોટ થી પધારેલા કેતન ભટ્ટી શેરાવતભાઈ વસાવડા ભાઈ તેમજ રેલવેના અનેક કર્મચારી ભાઈઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા હતા. હિરેન મહેતાએ જણાવેલ કે એનપીએસ સમયસર રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જલદ આંદોલન આપીને એન પી એસ હટાવવા માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ પ્રસ્તાવને તમામ રેલવે કર્મચારીઓએ સંપૂર્ણ સહમતિ આપીને સરકાર વિરોધી સૂત્રચાર પોકારીને તેમનો રોષ પ્રગટ કરેલ છે.
રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર