વઘાસિયા પાસે બોગસ ટોલનાકાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આવ્યા હતા જો કે, કોર્ટે ફરધર રિમાન્ડ મંજૂર ન કરતાં હાલમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે
વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને ૬ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ ગુનામાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીઓને ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા જો કે, કોર્ટે આરોપીના ફરધર રિમાન્ડ મંજૂર કરેલ નથી જેથી કરીને આરોપીઓને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે તેવું તપાસનીશ અધિકારી પાસેથી જાણવા મળેલ છે