વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી મળતા આભાર માનતા તાલુકા પંચાયત ચેરમેન
વાંકાનેર તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા જણાવવામાં આવતા વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામોની રૂ. ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં વાંકાનેર તાલુકાના ભેરડા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૩૮.૯૯ લાખ અને ખીજડીયા ગામે તળાવ રિપેરિંગ કામની રૂ. ૯.૯૮ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા વાંકાનેર તાલુકામાં સિંચાઈની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા કેન્દ્ર સરકારનો ખુબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો