વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરતી પોલીસ….
તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, તેના ભાઇ અને અન્ય એક આરોપીની પોલીસે ધરપકડ કરી, પાટીદાર અગ્રણી પુત્ર હજુ પણ ફરાર….
વાંકાનેર વઘાસીયા બોગસ ટોલનાકા પ્રકરણ મામલે લાંબા સમયથી તપાસ ચાલી રહી હોય, જેમાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હોય, જે બાદ આજે આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા સરકારી ટોલનાકાની બાજુમાં જ ખાનગી જગ્યામાં નકલી ટોલનાકું ઉભું કરી ગેરકાયદેસર ટોલ ઉઘરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતાં બાબતે મૂકપ્રેક્ષક બનેલ પોલીસે દ્વારા સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, ભાજપ શાસિત વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલા સામે ગુનો નોંધવામાં આવ્યો હોય, જે ગુનો નોંધાયા બાદ પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હોય, જે બાદ પોલીસે આજે આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ અને ભાજપ અગ્રણી ૧). ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, ૨). યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને ૩). હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની વઘાસીયા ગામની સીમમાંથી અટકાયત કરવામાં આવી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં પોલીસે અગાઉ બે અઞે આજે વધુ ત્રણ એમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હોય, જેમાં ષડયંત્રનો મુખ્ય સુત્રધાર એવા પાટીદાર અગ્રણી પુત્ર અમરશી જેરામભાઈ પટેલ હજુ પણ ફરાર હોય, જેની પણ પોલીસ દ્વારા વહેલાસર ધરપકડ કરી તપાસ કરવામાં આવે તો બનાવમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે તેમ છે…