વાંકાનેરના મહિકા-હોલમઢ ગામ નજીકથી 672 બોટલ વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ….
ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી વિદેશી દારૂ સહિત કુલ રૂ. 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, વાહન ચાલક ફરાર….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના મહિકા ગામથી હોલમઢ ગામ વચ્ચે મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા પરથી ફિલ્મ ઢબે એક બોલેરો પીકઅપ વાહનનો પીછો કરી 672 બોટલ વિદેશી દારૂની ઝડપી પાડી હતી, જેમાં વાહન ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મુકી નાસી જતાં પોલીસે આ બનાવમાં વિદેશી દારૂ તથા બોલેરો પીકઅપ સહિત કુલ રૂ. 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પીએસઆઇ એલ. એ. ભરગા તથા સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના કો. વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકાના મહીકાથી હોલમઢ ગામ તરફ જતા રસ્તા પરથી પસાર થતી એક બોલેરો પીકઅપ વાહનને રોકાવાનો પ્રયાસ કરતા બોલેરો ચાલક પોતાનું વાહન લઈને નાસવાનો પ્રયાસ કરતાં પોલીસે ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી હોલમઢ ગામથી મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા તરફ અવેળા પાસેથી બોલેરો પીકઅપ વાહન નં. GJ 17 TT 7649 રેઢી મળી આવતાં તેની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની 672 નંગ બોટલ (કિંમત રૂ. ૨,૩૨,૫૦૦) મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં વિદેશી દારૂ તથા બોલેરો પીકઅપ વાહન સહિત કુલ રૂ. 7,32,700 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બોલેરો પીકઅપ વાહન ચાલક વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ એલ. એ. ભરગા, હેડ કો. મયુરધ્વજસિંહ
જાડેજા, એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ચમનભાઇ ચાવડા, કો. હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, વિજયભાઇ ડાંગર, રવીભાઇ કલોત્રા તથા અજયસિંહ ઝાલા સહિતના જોડાયા હતા…