વાંકાનેરના નવાપરામાં ઘરમાંથી ૧૩ ચાઈનીઝ ફિરકી સાથે એક શખ્સની ધરપકડ
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શખ્સના ઘરમાં ચાઈનીઝ ફિરકીનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત ૧૩ ચાઈનીઝ ફીરકીઓ મળી આવતા પોલીસે ૬૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામાના ભંગ સબબ ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતીમોરબી જિલ્લામાં ચાઈનીઝ ફીરકીનું વેચાણ તથા ઉપયોગ કરવાઉપર જિલ્લા કલેકટર દ્વાર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધકરવામાં આવ્યું છે તેમ છતાં પણ જુદા જુદા વિસ્તારોમાં પોલીસદ્વારા ચેક કરવામાં આવે ત્યારે ત્યાંથી ચાઈનીઝ ફીરકીઓ મળીઆવે છે અને છેલ્લા દિવસોમાં ટંકારા અને મોરબી વિસ્તારમાંથીચાઈનીઝ ફીરકી સાથે કેટલાક શખ્સો મળી આવ્યા હોય તેમનીસામે ગુના નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતીદરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં રહેતાઅનિલભાઈ મકવાણાના ઘરમાં ચાઈનીઝ ફીરકીનો જથ્થો હોવાઅંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિકપોલીસ દ્વારા તેના ઘરની અંદર રેડ કરવામાં આવી હતી ત્યારેઘરમાંથી પ્રતિબંધિત ૧૩ ચાઈનીઝ ફીરકી મળી આવી હોયપોલીસે ૬૫૦૦ ની કિંમતનો મુદામાલ કબજે કરેલ છે અનેઆરોપી અનિલભાઈ રમેશભાઈ મકવાણા જાતે કોળી (૨૧)રહે. નવાપરા વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામેજિલ્લા કલેકટરના જાહેરનામાંના ભંગ સબબ વાંકાનેર સિટીપોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબનીકાર્યવાહી હાથ ધરી હતી