વાંકાનેરના તીથવા ગામે યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો
વાંકાનેરના તીથવા ગામે વાડીએ આવેલા મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડોશમાં વાડી ધરાવતા વ્યક્તિને જમવા માટે થઈને ન કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં યુવાનના પિતાએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રમેશભાઈ ખીમજીભાઇ મેસરિયા (૫૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગોવિંદભાઈ કાનાભાઇ અઘરા અને તેના દીકરા ભરત ગોવિંદભાઈ અઘરા રહે. બંને તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરા રોનકભાઈ રમેશભાઈ મેસરિયા (૨૧) ઉપર ગોવિંદભાઈ અઘારા અને તેના દીકરા ભરતભાઈ અઘારા દ્વારા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેને ઇજા કરવામાં આવી હોવાથી રોનકભાઈને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ હાલમાં જે ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીની વાડીએ ભોગ બનેલા યુવાન દ્વારા માતાજીના મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં પ્રસાદ લેવા માટે થઈને ગોવિંદભાઈ અઘરા તથા તેના દીકરા ભરતને કહ્યું ન હતું જે બાબતનો ખાર રાખીને તેણે રોનકને ફોન કર્યો હતો અને ત્યારબાદ તેને ફોન ઉપર અપશબ્દો કહીને વાડીએ આવ્યા હતા અને ત્યાં પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે