વાંકાનેરના કણકોટ પાટીયા પાસેથી ૧૯૨ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા
વાંકાનેર તાલુકાના કણકોટ ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ-૨૦ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી ૧૯૨ બોટલ દારૂ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ મળીને ૩.૯૫ લાખના મુદામાલ સાથે હાલમાં બે શખ્સોની ધરપકડ કરી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ખોરાણા ગામ બાજુથી નીકળીને કુવાડવા ગામ તરફ આઈ-૨૦ કાર જવાની છે જેમાં દારૂનો જથ્થો ભરેલ છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્થળ ઉપરથી આઈ-૨૦ કાર નંબર જીજે ૧- ડીએ ૭૭૧૨ પસાર થઈ રહી હતી જેને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારમાં બેઠેલા બે શખ્સોને કારમાંથી નીચે ઉતારીને કાર ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી ૧૯૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૭૨,૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા ૨૩ હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૩.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ ખાચર જાતે કાઢી દરબાર (૨૨) રહે. ભાડલા તાલુકો જસદણ જીલ્લો રાજકોટ અને છત્રજીતભાઈ વિજયભાઈ ખાચર જાતે કાઠી દરબાર (૨૪) રહે. પાળીયાદ દરબારગઢ તાલુકો જીલ્લો બોટાદ વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી લઈને આવ્યા હતા અને કોને આપવા માટે જઈ રહ્યા હતા તે દિશામાં હવે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે