વડોદરા હરિણી લેક દુર્ઘટના : પીએમ મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવાર માટે 2 લાખની સહાય જાહેર
વડોદરા હરિણી લેક દુર્ઘટના મામલે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, “દુ:ખની આ ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારો સાથે છું, ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાથના સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય કરી રહ્યું छे”
આ ઉપરાંત મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેર, ઘયલોને 50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઘયલોને 50 હજારની મદદ અને મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે.
વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિધાર્થીઓ પિકનિક મનાવવા માટે હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વિધાર્થીઓને બોટમાં બેસાડીને તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બોટની ક્ષમતા કરતા વધુ વિધાર્થીઓને બોટમાં બેસડવામાં આવેલા હોવાથી નાવ પલટી મારી ગઈ હતી.
સૂત્રો મુજબ બોટમાં 31થી વધુ વિધાર્થીઓ અને શિક્ષકો સવાર હતા. તો આ દરમિયાન બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતા. ન્યૂ સનરાઇઝ સ્કૂલની વાત કરીએ તો તેની ગણતરી શહેરની નામાંકિત સ્કૂલોમાં થાય છે. અનેક મોટી-મોટી હસ્તીઓ પણ આ સ્કૂલની મુલાકાત લઇ ચૂકી છે.