વડોદરાના હરણી તળાવમાં નાવ ડૂબી જવાની ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે અગાઉ 12 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ જે બાદ હવે આંકડો વધીને 14 થયો છે. મળતી માહિતી મુજબ બોટમાં 31 લોકો સવાર હતા, જેમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડુબેલા લોકોને બચાવવાની કાંમગીરીમાં NDRFની ટીમ લાગેલી છે.
આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું તથા તેમના પરિવારોને સાંત્વના પાઠવું છું.
આ ઘટનાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. ત્યારે આ ઘટનાને લઈને સીએમ ભુપેન્દ્ર પટેલએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું છે કે, “વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.”