રાજકોટ, ધ્રોલ, વિછિયા, મોરબી વાંકાનેર.માં 30થી વધુ ગુનાને અંજામ આપ્યાની કબૂલાત• ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2.38 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
રાજકોટમાં રિક્ષા ગેંગ ફરી ઝળકી હોય તેમ ગઈકાલે બે ગુના નોંધાયા હતા જેમાં રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઊલ્ટીના બહાને ધક્કા મારી, નજર ચૂકવી રોકડ સેરવી લીધાનું જણાવ્યું હોય ક્રાઈમ બ્રાન્ચની ટીમે આવા ગુનાઓને અંજામ આપનાર ટોળકીને દબોચી લઈ ૨.૩૮ લાખનો મુદામાલ કબજે કર્યો છે.
આ ટોળકીએ રાજકોટ ઉપરાંત મોરબી, ધ્રોલ, વિછિયામાં ૩૦ જેટલા ગુના આચર્યા હોવાનું જાણવા મળ્યું છે.સક્રિય થયેલી રિક્ષા ગેંગનેકોઈપણ ભોગે પકડી પાડવા પોલીસ કમિશનર રાજૂ ભાર્ગવની સૂચના અન્વયે ડીસીબી પીઆઈ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ જે હુણ અને ટીમ પેટ્રોલિંગમાં હતો દરમિયાન જમાદાર કિરતસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે રાજકોટમાં નોંધાયેલા બે અને વાંકાનેર સિટીમાં નોંધાયેલ ગુનાને અંજામ આપનાર ભગવતીપરાના રાહીલ ઉર્ફે રાહુલ દિલાવર બાબવાણી ઉ.૨૫, રફીક ઉર્ફે ભુરો હનીફ શેખ ઉ.૨૬, ગાયત્રીનગરના ગુણવંત ઉર્ફે ગુણો રાજુ મકવાણા ઉ.૩૩ અને ભગવતીપરાના રમજાન ઉર્ફે રમજુ હુસેન રાઉમાનેદબોચી લીધા હતા પોલીસે ચારેય પાસેથી ૪ મોબાઈલ,૧૪ હજાર રોકડા અને ૩ રિક્ષાસહિત 2..38 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.પકડાયેલ રીક્ષા ગેંગના ચાર શખ્સોની આગવી ઢબે પૂછતાછકરતાં આખી ટોળકી રિક્ષાલઈને નીકળતી અને ઊલટીઉબકાના બહાને લોકોનાખિસ્સા હળવા કરતી હતીટોળકીએ મોરબી સનાળા ચોકડી પાસે, મોરબી બસસ્ટેન્ડ, વિંછીયા ચોટીલા રોડચોટીલા- વાંકાનેર બાઉન્ડ્રી,ધ્રોલ, સરધાર નજીકથી અને રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ૩૦થી વધુ સ્થળોએ ગુનાઓને અંજામ આપ્યા – હોવાની કબુલાત આપી હતી.