છોટાઉદેપુર / પીકઅપ વાનમાં બે વિદ્યાર્થિની સાથે થઈ છેડતી, ઘટનાને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ
વિદ્યાર્થીનીઓ બેસી ગયા પછી ડ્રાઈવરે પૂરપાટઝડપે ભગાવી હતી. આ વખતે ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેસેલી બે વ્યક્તિઓ પાછળની સાઈડ પર આવી હતી. આમ પાછળ કુલ ચાર શખ્સોએ ભેગા મળીને શાળાના યુનિફોર્મમાં ઘરે જઈ રહેલી વિદ્યાર્થીનીઓના શરીરના ભાગે અડપલા કરવાનું શરૂ કર્યું હતું.
છોટાઉદેપુર/ રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે હત્યા, દુષ્કર્મ છેડતીના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુરમાં આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર ખાનગી પીકઅપ ગાડીમાં બેસીને ઘેર જતી શાળાની માસૂમ છ વિદ્યાર્થીનીઓની ચાલુ ગાડીમાં જ છેડતી થતાં આબરૂ બચાવવા માટે ચાલુ ગાડીમાંથી વિદ્યાર્થીનીઓ રોડ પર કૂદી પડી હતી. જેમાં વિધ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ હતી.
કોસીન્દ્રા ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ ગત બપોરે કેટલીક વિદ્યાર્થીનીઓ કુંડીયા ગામે જવા માટે કોસીન્દ્રા ગામના બસ સ્ટેન્ડ પર ઊભી હતી. બસની લાંબો સમય રાહ જોયા છત્તાં બસ આવી ન હતી. જેથી વિધ્યાર્થીનીઓ એક ખાનગી પીકઅપ જીપમાં બેસી હતી. પીકઅપ જીપમાં વિદ્યાર્થીનીઓની છેડતી થતાં વિદ્યાર્થીનીઓે ચાલુ ગાડીએ કુદી પડી હતી. આ પીકપ જીપે પણ વિદ્યાર્થીનીઓનાં કૂદી પડવાની ઘટના બાદ પલ્ટી મારી હતી. જેમાં 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી રીફર કરાઈ છે. આ તરફ હવે પીકઅપ ચાલકની અટકાયત કરાઇ છે. આ સાથે ચાલકના સાથીઓની શોધખોળ હાથ ધરાઇ છે. આ તરફ પોલીસે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
વિદ્યાર્થીનીઓના શરીરના ભાગે અડપલા કરવાનું શરૂ કર્યું
વિદ્યાર્થીનીઓ બેસી ગયા પછી ડ્રાઈવરે પૂરપાટઝડપે ભગાવી હતી. આ વખતે ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેસેલી બે વ્યક્તિઓ પાછળની સાઈડ પર આવી હતી. આમ પાછળ કુલ ચાર શખ્સોએ ભેગા મળીને શાળાના યુનિફોર્મમાં ઘરે જઈ રહેલી વિદ્યાર્થીનીઓના શરીરના ભાગે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. વિદ્યાર્થીનીઓની આ બૂમા-બૂમ સાંભળીને ડ્રાઈવરે વધુ સ્પીડથી ગાડી ભગાવી હતી, જેથી ગભરાઈ ગયેલી છ વિદ્યાર્થીનીઓ એક સાથે ચાલુ પીકઅપ ગાડીમાંથી કૂદકો મારી દેતા રોડ પર પટકાઈ હતી.
હર્ષ સંધવીએ ગંભીરતાથી નોંધ લીધી
આ ઘટનાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. છેડતી બાદ વિદ્યાર્થિનીઓ ચાલુ પીકઅપ વાનમાંથી કુદી જતા બાળકીઓને ઇજા પહોંચી હતી. જે બાદમાં હવે આ ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગંભીરતાથી નોંધ લીધી છે. આ સાથે પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.