આ વખતે લોકો પોતાના બાળકોને પણ હજ પર લઇ જઇ શકશે
હજ યાત્રા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20ડિસેમ્બર છે
નવા વર્ષમાં એટલે કે 2024માં હજ પર જનારા લોકો માટે સાઉદી અરેબિયા તરફથી સારા સમાચાર આવ્યા છે., હજ કરી રહેલા લોકો માટે આ એક મોટી રાહતના સમાચાર છે. હજ યાત્રા પર જનારાઓ માટે મોટા સમાચાર છે. સાઉદી સરકારના નિર્ણયથી આ પ્રવાસ પર થતા ખર્ચમાં ઘટાડો થશે. આવતા વર્ષથી સાઉદી અરેબિયાની હજ યાત્રાના કુલ ખર્ચમાં આ વર્ષ એટલે કે 2023ની સરખામણીમાં 50,000 રૂપિયાનો ઘટાડો થશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવું એટલા માટે થયું છે કારણ કે સાઉદી અરેબિયાની સરકારે ‘મોઅલિમ’ના ખર્ચમાં 2521 સાઉદી રિયાલનો ઘટાડો કર્યો છે. ભારતીય ચલણમાં આ રકમ અંદાજે 50 હજાર રૂપિયા છે. આ વખતે લોકો પોતાના બાળકોને પણ હજ પર લઇ જઇ શકશે. જોકે, આ માટે તેમણે નાના બાળકોનું ભાડું પણ ચૂકવવું પડશે. માહિતી અનુસાર, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ વિમાની ભાડાના 10 ટકા ચૂકવવા પડશે અને બે વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકોને પોતાનો હજ ખર્ચ ચૂકવવો પડશે.આપણે ભારતની હજ સમિતિની માર્ગદર્શિકા આધારે બે વર્ષથી વધુ ઉંમરના બાળકો પુખ્ત વયના લોકો સમાન ગણાશે. આ વખતે 4 ડિસેમ્બરથી હજ કમિટીની વેબસાઈટ અને હજ સુવિધા એપ પર હજ માટેની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી રહે છે વેબસાઈટ છે www.hajcommittee.gov.in. હજ યાત્રા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર છે.