વાંકાનેર રેલવે સ્ટેશન ઉપર RPFના ASI ઉપર છરીથી હુમલો રેલવે પોલીસે ગુનો નોંધી હુમલાખોર બેલડીની કરી ધરપકડ
વાંકાનેર રેલવે સ્ટેશને બે શખ્સોએ તોડફોડ કરી આરપીએફ જવાન ઉપર છરી વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે આ અંગે વાંકાનેર શક્તિપરામાં રહેતા રાજેશ સોલંકી અને ભાવેશ ડાભી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ યુપીના અને હાલ વાંકાનેર આરપીએફ બેરેકમાં રહી આરપીએફમાં એએસઆઈ તરીકે નોકરી કરતાં વિનોદકુમાર દુધનાથ યાદવ ઉ.૩૬ વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર જનરલ સુપર વિઝન તરીકે ફરજ ઉપર હતો અને સાંજે ૪ વાગ્યે વાંકાનેર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.ર ઉપર પોલીસ કચેરીમાં હતો. વાંકાનેર રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે નિલમબેન યાદવ તથા કવિતાબેન હાજર હોય તેણે વાંકાનેર શક્તિપરાના રાજેશ પ્રેમજીભાઇ સોલંકી ઉ.૨૨ તથા ભાવેશ જગદીશભાઈ ડાભી ઉ.ર૧ બંન્ને અપ-શબ્દો આપતા હતા તે વખતે સીતારામ મીણા તેઓ આ અપ- શબ્દો કોણ બોલે છે તે અંગે ઓફીસ અંદરથી બહાર આવી દરવાજા પાસે જોતા બન્ને માથાકૂટ કરતાં હોય ત્યાં જઈને જોતા રાજેશના હાથમાં છરી હતી. તેણે સીતારામ મીણાને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હું વચ્ચે પડતાંમારી ઉપર છરીનો ઘા કર્યો હતો હું દોડીને મારી ઓફીસમાં જઈને દરવાજો બંધ કરતા તે બન્ને એકી સાથે ઓફીસના સનમાઇકાના દરવાજાને તોડી નુકશાન કરી ઓફીસ અંદર આવવાનો પ્રયાશ કરતાં અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો.ત્યારે ફરી બંન્ને રાજેશ છરી સાથે અને ભાવેશ લોખંડના હથિયાર સાથે આવ્યા હતા અને મને ધમકાવી મારી સાથે ઝપાઝપી કરતા મારા યુનિફોર્મના શર્ટના ડાબી બાજુનું સોલ્ડર આરપીએફ બેઇજ વાળુ ખેચીને ભાવેશએ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સ્ટાફના ખોડાભાઈએ વચ્ચે પડી બંને પાસેથી હથિયાર છરીઓ આંચકી લીધા હતા અને બીજા સ્ટાફે બંન્નેને પકડી લીધા હતા. આ અંગે રાજકોટ રેલવે પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે બંને હુમલાખોરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.