વાંકાનેર નજીક કારખાનામાં ગેરકાયદે ઉઘરાણા કરનારાઓને રોકવા જાય તો ટોલ પ્લાઝાના સ્ટાફને આપતા મારી નાખવાની ધમકી
મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર વાંકાનેર તાલુકાના વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તે ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ગેરકાયદેસર કારખાનામાંથી અને વઘાસિયા ગામમાંથી રસ્તો બનાવીને ત્યાં ઉઘરાણા કરવામાં આવતા હતા જે બાબતે પોલીસ કર્મચારી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં તેમણે જણાવ્યુ છે કે, કોઈપણ જાતની સત્તા કે પરવાનગી વગર ગેરકાયદેસર કારખાનામાંથીઅને ગામમાંથી રસ્તો બનાવીને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા અને કેન્દ્ર સરકાર સંચાલિત ટોલ કંપની તથા ખાનગી વાહનોના માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવતી હતી તેમજ જો તેને રોકવા માટે જાય ટોલ પ્લાઝાના અધિકારી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી હાલમાં પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાટીદાર સમાજના અગ્રણીના પુત્ર સહિતના કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છેજાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતા યશપાલસિંહ ભવાનીસિંહ પરમાર દ્વારા ગેરકાયદેસર રસ્તો બનાવીને કરવામાં આવતા ઉઘરાણા બાબતે હાલમાં પાટીદાર સમાજના અગ્રણી જેરામભાઈ વાંસજાળિયાના દીકરા અમરસીભાઈ જેરામભાઈ પટેલ (વ્હાઇટ સીરામીક વઘાસિયા વાંકાનેર), રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા રહે. વઘાસીયા હરવિજયસિંહ જયુભા ઝાલા રહે. વઘાસીયા, વાંકાનેર તાલુકા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ તેમજ વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા તથા તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે. બંને વઘાસીયા આમ કુલ મળીને પાંચ વ્યક્તિઓ સામે નામ જોગ તેમજ તેના મળતીયાઓની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવેલ છેહાલમાં જે ફરિયાદ નોંધાઇ છે તેમાં જણાવ્યા મુજબ વઘાસીયા ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ સીરામીક તેમજ વઘાસીયા ગામ બંને બાજુથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝાની બાજુમાં ગેરકાયદે રસ્તા બનાવીને ત્યાંથી ટોલ પ્લાઝાને બાયપાસ કરાવી વાહનોને પસાર કરવામાં આવતા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ગેરકાયદે કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યા વગર પોતાની મરજી મુજબના ઉઘરાણા કરવામાં આવતા હતા અને આ રકમનો ઉપયોગ પોતાના અંગત કાયદા માટે કરતા હતા જેથી સરકાર દ્વારા સંચાલિત ટોલ કંપની તથા ખાનગી વાહન માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે તથા ટોલ પ્લાઝાના અધિકારી અને કર્મચારીઓ જો તેઓને રોકવા માટે જાય તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી આ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા ઉપર ટોલ ઉઘરાવવાની સત્તા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા. લિ. કંપનીને આર્થિક નુકસાન કરી ગુનાહિત વિશ્વાસઘાત અને ઠગાઈ કરેલ હોય જે બાબતે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે