પ્રોહીબીશનના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ઇસમ વિરુદ્ધ પોલીસે પાસાની કાર્યવાહી કરી છે પાસા હેઠળ ડીટેઈન કરી આરોપીને વડોદરા જેલ ધકેલવામાં આવ્યો છેમોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઈ દ્વારા જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાં આવી હતી જેમાં આરોપી વિશાલ મંછારામ ગોંડલીયા રહે યજ્ઞપુરૂષનગર (ગારીયા) તા. વાંકાનેર વાળાનું પાસા વોરંટ ઈશ્યુ થયું હોય જેથી સત્વરે અટકાયત કરવા એલસીબીની ટીમ બનાવી વિશાલ મંછારામ ગોંડલીયા (ઉ.વ.૨૩) વ્ગલાને આજે પાસા એક્ટ તળે મોરબી લીલાપર ચોકડી પાસેથી ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરવામાં આવ્યો છે
