વાંકાનેરના વણઝારા ગામે અકળ કારણોસર પરિણીતાએ અંતિમ પગલું ભર્યું
વાંકાનેર તાલુકાના વણઝારા ગામે મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વણઝારા ગામે રહેતા ચોથાભાઈ વાઢેર જાતે કોળીના પત્ની નીતાબેન ચોથાભાઈ વાઢેર જાતે કોળી (૩૦)એ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે