વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ યુવાનનુ મોત
વાંકાનેર તાલુકાની હદમાં આવતા માટેલ રોડ ઉપર કારખાનામાં કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને આ બનાવની ભોપાલની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપી ના મલાવરના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજેશકુમાર ગુલશી વર્મા નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાનને ભોપાલ ખાતે તેઓના વતનમાં કમીદિયા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને આ બનાવ અંગેની ભોપાલની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે.