
વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે જિલ્લા કલેકટર સાહેબની અધ્યક્ષતામાં રાત્રી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા કલેકટર પંડ્યા સાહેબ, ડેપ્યુટી કલેક્ટર શેરસયા સાહેબ, મામલતદાર કાનાણી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર તથા તાલુકાનાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. સમસ્ત ઠીકરિયાળા ગામ લોકોએ ખુબ સરસ રીતે રાત્રી બેઠકને આવકારી હતી.આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનઓની જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે અને I – ખેડૂત પોર્ટલ દ્વારા તાર ફેન્સિંગ યોજના આગામી 10 /12/2023 થી મોરબી જિલ્લામાં ઓનલાઇન અરજી ભરવા માટે શરૂ થતી હોય તેના વિશે લોકોને માહિતગાર કર્યા હતા. ગામના સરપંચ દ્વારા 21 જેટલા વિકાસલક્ષી કામોનું સૂચન ચેરમેન જીજ્ઞાસાબેન મેરને સાથે રાખીને કલેકટર સાહેબને આપવામાં આવ્યા હતા. કલેકટર સાહેબે આ તમામ સૂચનો સાંભળી તુરંત તેના માટેના કાર્યો કરવાની બાહેધરી આપી હતી
