
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ઢોર ચરાવા બાબતે માલધારી ઉપર પાંચ શખ્સોના હુમલા અંગે ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે પણ ચાર શખ્સો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોતે ખેડવા રાખેલ ખેતરે માલધારી પોતાના માલ-ઢોર લઈને આવતા તેને સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઈને માલધારી સહિતના ચાર શખ્સોએ હુમલો કર્યાનું જાહેર કરાયું છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અને ખેતી કરતા ચોથાભાઇ બેચરભાઇ શાપરાએ આરોપી કરમણ ખીમા ભરવાડ, દાના ખીમા ભરવાડ, રામા સીંધા ભરવાડ અને વેલા ગોકળ ભરવાડરહે. બધા ગુંદાખડા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ફરિયાદી ચોથાભાઈની સાથે રહેલ પોપટભાઈ કે જેઓએ ચારવા રાખેલ ખેતર પાસે આરોપીઓ માલ-ઢોર લઇને આવેલ ત્યારે આરોપીઓને સમજાવવા જતા આરોપીઓએ ગાળો બોલી આરોપી દાના ખીમાએ ચોથાભાઈ અને તેના ભાઈ પોપટભાઇ કરમશીભાઇને લાકડી વતી માર મારી વાસાના ભાગે મુંઢ ઇજા કરી હતી તેમજ બીજા આરોપીઓએ પોપટભાઈને ઢીકા પાટુનો માર મારી મૂંઢ ઈજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.