
વાંકાનેર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગાંગીયાવદર અને કાછીયાગાળા ગામ ખાતે પહોંચ્યો હતો, જેમાં આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય દામજીભાઈ ધોરીયા અને ગામ લોકોએ આ રથને આવકારી અનેરૂ સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
