વાંકાનેરના ખીજડીયા ગામે ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આવેલ ખરાવાડ વિસ્તારમાં ખૂંટીયા ઉપર બે શખ્સ દ્વારા જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જેથી હાલમાં આ ઘટના સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં આવેલ ખારાવાડમાં રજડતા ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જે ઘટનાને લઈને ખીજડીયા રાજ ગામે રહેતા જીવણદાસ વીરદાસ મકવાણા જાતે અનુ. જાતી (૭૨)એ હાલમાં ઇલમુદ્દીનભાઈ ઇબ્રાહીમભાઇ વકાલીયા અને ઈસ્માઈલભાઈ જલાલભાઈ શેરસીયા રહે. બંને ખીજડીયા વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૨૯, ૧૧૪ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આઅંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના
વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે