વાંકાનેરનાં ચકચારી ખૂન કેસમાં સ્પે. પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડિયાની નિમણૂંક
વાંકાનેરમાં રહેતા અમિત ઉર્ફે લાલાની જાહેર રોડ પર હત્યા થઈ હતી. જે અંગે તેના ભાઈ હિમાંશુભાઈ ઉર્ફે કાનો અશ્વિનભાઈ કોટેચાએ એવી ફરીયાદ નોંધાવી હતી કે તેના ભાઈ અમિત ઉર્ફે લાલાભાઈએ તેને વાત કરેલી હતી. બે થી ત્રણ દિવસ પહેલા સરફરાજ અને ઈમરાન અવારનવાર સુરેશના ઘરે આવી ગાળાગાળી કરતા હોય જેથી તેઓએ ગાળાગાળી કરવાની ના પાડતા આ વાત તેઓને ગમી નહીં અને મારી સાથે પણ માથાકુટ કરશે અને તું પણ ધ્યાન રાખજે આવી વાત કરેલી હતી. ત્યારબાદ તા.૧૦ના રોજ ફરીયાદી હિમાંશુભાઈ તેના ઘરેથી નીકળી ફાકી ખાવા જતા હતા ત્યારે તેનો ભાઇ અમીત લાલાભાઇ લેથવાળાને ત્યાં બેઠો હોય અને સરફરાજ અને ઈમરાન તેની સાથે માથાકુટ કરશે તેવું તેની વાતથી જાણવા મળેલ અને તેવી વાત તેને ફરીથી ફરીયાદીને કરી હતી.ત્યારબાદ ફરીયદીને વિડીયો કોલ આવતા તેઓ ઘરે ગયા હતા અને રાત્રીના ૧ વાગ્યાની આસપાસ તેના પિતરાઈ ભાઈ વીરલભાઈ બુધ્ધદેવનો ફોન આવ્યો હતો અને હાઈવે પર આવેલી અમરનાથ સોસાયટીના નાકે લાલાભાઈ લેથવાળાની દુકાન પાસે બોલાવ્યો હતો. ફરીયાદીત્યાં જઈ અને જોયું તો તેના ભાઈ અમીત ઉર્ફે લાલો લોહીથી લથબથ હાલતમાં પડયો હતો અને તે બોલતોનહતો. ત્યારબાદ ૧૦૮ આવી જતા ફરીયાદી તથા તેનો પિતરાઈ ભાઈ વિરલ બુધ્ધદેવ ફરીયાદીના ભાઈ અમિત ઉર્ફે લાલાને દવાખાને લઈ ગયા હતા. જ્યાં શરીરે જોતા ગુપ્ત ભાગની બાજુમાં, છાતીના ભાગે, પેટના ભાગે અને ગળાના ભાગે ઈજાઓ થયેલી હતી. જે અંગેની ફરીયાદ મૃતકનાં ભાઈ હિમાંશુ ઉર્ફે કાનો અશ્વિનભાઈ કોટેચાએ કરી હતી.ઉપરોક્ત ફરીયાદના અનુસંધાને મોરબી જીલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૮૬૦/૨૨, તા.૧૧/૯/૨૨ ના કામમાં આઈપીસી કલમ ૩૦૨, ૧૨૦(બી)