મોરબીના થોરાળા ગામે કોઈ કારણોસર યુવાનનું મોત, ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયો
મોરબી તાલુકાના થોરાળા ગામે સીમ વિસ્તારમાં આવેલ ફેબ્રિકેશનના કારખાનામાં મજૂરી કામ કરતો અને મૂળ બિહારનો યુવાન તેના લેબર કવાટરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો તેને પગલે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા હાલ મૃતકના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.આ બાબતે વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ નીતિન પાર્ક વિસ્તારમાં આવેલા મંગલદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને મોરબીના થોરાળા ગામ પાસે આવેલ દેવકુંવર ફેબ નામના કારખાનામાં વેપાર કરતાં ચિરાગભાઈ પ્રવીણભાઈ દેત્રોજા જાતે પટેલ નામના ૨૭ વર્ષના યુવાને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અને મૂળ બિહારના શિવહર જિલ્લાના નગર પંચાયત વિસ્તારમાં રહેતા આશુકુમાર હરેશ્વરભાઈ તિવારી (ઉંમર ૩૬) નામના મજૂર યુવાનનો મૃતદેહ તેના લેબર કવાટરમાંથી મળી આવ્યો હતો.જેના લીધે તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.હાલ કયા કારણોસર યુવાનનું મોત થયું છે..? તે બાબતે ખુલાસો થયો ન હોય અને આપઘાત છે કે કુદરતી મોત કે અન્ય કોઈ બાબત તે બાબતે આગળની તપાસ માટે મૃતક યુવાનના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા