રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાંસદ મોહનભાઈ કુંડારિયા, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારિયા, ભાજપ આગેવાન વાઘજીભાઈ ડાંગરોચા, કાળુભાઈ કાકરેચા, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા પંચાયત સદસ્યો, ઢુવા મહાલના સરપંચો, આગેવાનો અને તાલુકા ભાજપ સંગઠન સહિતનાઓએ ગાંધીનગર સચિવાલય ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને રૂબરૂ મળી ઢુવા અને ચંદ્રપૂર શીટના ૨૯ ગામોને સૌની યોજના અંતર્ગત સિંચાઈ માટે તળાવો ભરવાની રજૂઆત કરવામાં આવી હતી અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વહેલી તકે મંજૂરી આપવાની ખાતરી આપી હતી એના અનુસંધાને આજ રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા જેટલી રકમની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે
જે બદલ વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રતીલાલભાઈ અણીયારિયા દ્વારા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે