તલાટી-જુનિયર ક્લાર્કની ખાલી જગ્યા માટેનું વેઇટીંગ લિસ્ટ જાહેર, હસમુખ પટેલે આપી જાણકારીતલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ આ માહિતી અંગેનું ટ્વીટ કર્યું છે. આપને જણાવી દઈએ કે, તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઈટિંગ લિસ્ટથી ભરવામાં આવશે
અધ્યક્ષ હસમુખ પટેલે એક ટ્વીટ જણાવ્યું છે કે, તલાટી અને જુ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ વેઇટીંગ લિસ્ટથી ભરવા માટે ખૂટતા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 3rd એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમણે બીજા ટ્વીટમાં કહ્યું છે કે, તલાટી તથા જુનિયર ક્લાર્કના વેઇટિંગની કામગીરી પૂર્ણ થતા mphw ના વેઇટિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વધુ એક ટ્વીટમાં લખ્યું છે કે, જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતા વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલ ઉમેદવારો સહિત તમામ માટે જિલ્લા ફાળવણી કરવામાં આવશે.
તલાટી અને જૂનિયર ક્લાર્કના નિમણૂક પત્ર અપાયા હતામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા તલાટી અને જૂનિયર કલાર્કોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યના 3014 તલાટી કમ મંત્રીઓને તેમજ 998 જેટલા જૂનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરાયું હતું.