
અમરેલીના બાબરામાં ભાજપના મહિલા નેતાના પતિના ઘરેથી નશાકારક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો..પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આર્યુવેદિક સિરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.. દર્શન પાનની દુકાનદારની દુકાને અને ઘરેથી બાબરા પોલીસે સિરપનો મોટો જથ્થો પકડાતા ખળભળાટ મચી ગયો છે..બાબરા પોલીસે બાતમીના આધારે રેડ પડતા દુકાન અને ઘરેથી 75 પેટી સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો.. ત્રણ હજાર સીરપની બોટલો બાબરા પોલીસે જપ્ત કરી છે..પોલીસે રૂપિયા 4 લાખ 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો..દુકાનદાર કશ્યપ મૂળશંકરભાઈ તેરૈયા નામની વ્યક્તિની બાબરા પોલીસે કરી અટકાયત કરી છે..ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ મૂળશંકર તેરૈયા પાસેથી આર્યુવેદિક સીરપનો જાથો પકડાયો હતો