
વાંકાનેરના સિંધાવદર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એક ઇજાગ્રસ્ત….વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આજે બપોરના સમયે એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના બસ સ્ટેન્ડથી આગળ જતાં રેલ્વે ફાટક નજીક વળાંક પાસે રાજકોટ-વાંકાનેર રોડ પર એક ટ્રક નં. GJ 01 CU 1676ના ચાલકે બેદરકારી દાખવી ત્યાંથી પસાર થતા બાઈક નં. GJ 03 CD 9464 ના ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક અશોકભાઈ વિહાભાઇ અઘારા (ઉ.વ. 40, રહે. ખખાણા)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પરથી લઇને નાસી ગયો હોવાની માહિતી મળી રહી છે….