વાંકાનેર નજીક બાઈકના સ્ટેરીંગનો કાબુ ગુમાવતાં થયેલા અકસ્માતમાં યુવાનનું મોત
વાંકાનેરના નેશનલ હાઈવે ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈકના સ્ટેરીંગ ઉપરથી તેને કાબુ ગુમાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક લઈને જઈ રહેલ યુવાન ડિવાઇડર અને થાંભલા સાથે અથડાતાં માથા અને કપાળમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં રહેતા રણજીતભાઈ મુકેશભાઈ બાંભણીયા જાતે વાંજા (ઉમર ૨૯) ની ફરિયાદ લઈને પોલીસે તેના મૃતક ભાઈ મેરૂભાઈ મુકેશભાઈ બાંભણીયા જાતે વાંજા (ઉમર ૩૧) રહે. વાંકાનેર સીટી વાળાની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નેશનલ હાઈવે ઉપર નવાપરા સામે આવેલ પેટ્રોલ પંપ પાસેથી તેનો ભાઈ મેરૂભાઈ બાઈક નંબર જીજે ૩૮ એ ૩૯૭૯ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને બાઈકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને ફરિયાદીનો ભાઈ રોડ સાઈડના ડિવાઈડર તેમજ થાંભલા સાથે અથડાતા માથા અને કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું.હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદની આધારે પોલીસે ગુનો નોધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.