વાંકાનેર નજીક એક્ટિવા આડે ખુટિયો આવતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત
વાંકાનેર નજીકના નવી રાતીદેવડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના એક્ટિવાની આડે ખુટિયો ઉતર્યો હતો જેથી કરીને આધેડે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને તે રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડાના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્ય નગર શેરી નં-૨ માં બસ સ્ટેશન સામે રહેતા જયંતીભાઈ ભવનભાઈ મદ્રેસાણીયા જાતે કોળી (૬૦)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેઓના મૃતક ભાઈ મુકેશભાઈ ભવનભાઈ મદ્રેસાણીયા જાતે કોળી (૫૪) રહે. આરોગ્ય નગર શેરી નં-૯ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ નાના ભાઈ મુકેશભાઈ મદ્રેશણીયા એકટીવા નંબર જીજે ૩૬ જે ૩૨૨૪ લઈને રાતીદેવડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એક્ટિવાની આડે ખુટિયો ઊતર્યો હતો જેથી કરીને ફરિયાદીના ભાઈએ એક્ટિવાના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા તેઓ રોડ ઉપર નીચે પટકાયા હતા અને તેને માથાના ભાગે ગંભીર થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક આધેડના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે