વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે સક્રિય મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી. આ તકે રાજ્ય સભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકાના સરપંચશ્રીઓ, તથા મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનોએ હાજરી આપી અને ફટાકડા ફોડી વાજતે ગાજતે જીજ્ઞાસાબેન મેરને શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે જીજ્ઞાસાબેન મેરે દેશની મહિલાઓને અગ્રીમ હરોળમાં સ્થાન આપનાર વડાપ્રધાન મોદી સાહેબની વિચારધારા ધરાવતી પાર્ટીનો, સી. આર. પાટીલ સાહેબનો, સાંસદશ્રી મોહનભાઇનો, સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતી અને ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ તમામ તાલુકા પંચાયત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો.
વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતીની યાદી(૧) કારોબારી ચેરમેન તરીકે શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, કારોબારી સભ્યો, (૨) દેવુબેન વિંજવડિયા (૩) લક્ષમણભાઈ ધોરિયા (૪) દીપકભાઈ ગોધાણી (૫) જેરામભાઈ નંદેસરીયા (૬) જશ્મીનબેન બ્લોચ (૭) અમીનાબેન શેરસીયા