વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા અને લોકસભાના સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા રજુઆત કરવામાં આવી.જેમાં સૌપ્રથમ વાંકાનેર તાલુકાના ઢુવા અને ચંદ્રપુર જિલ્લા પંચાયત સીટમાં આવતા અતિ પછાત વિસ્તારના ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે કોઈપણ સગવડતા ન હોય જેથી કરીને કાયમી ઉકેલ લાવવા ખાસ યોજના બનાવવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે બાવળિયા સાહેબને શ્રી કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યો, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ, માજી પ્રમુખો તથા તાલુકા સંગઠન, સરપંચો અને આગેવાનો સાથે રાખીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી.


