વાંકાનેરમાં હપ્તેથી ડ્રાઈવરને મોબાઈલ અપાવનારા ટ્રાન્સપોર્ટરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
મૂળ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને હપ્તેથી મોબાઈલ ફોન ડ્રાઈવરને લઈ દીધેલ હતો જે મોબાઈલ ફોનના હપ્તા ભરવામાં આવતા ન હોવાથી યુવાને રૂપિયા માંગતા તે સારું નહીં લાગતા તેનો ખાર રાખીને યુવાનને વઘાસિયા ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીક બોલાવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ આરોપીએ પોતાની કારથી ફરિયાદીની કાર રોકાવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ડોડીયાનો રહેવાસી અને હાલમાં વાંકાનેર શહેરમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં હાર્દિકભાઈ વાસાભાઇ સોલંકી જાતે કારડીયા રજપૂત (૨૭)એ હાલમાં સિટી પોલીસ સ્ટેશને જગાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા અને કિશોરભાઈ ધનાભાઈ ચાવડા રહે. પોરબંદર વાળાની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ડ્રાઈવર આરોપી કિશોરભાઈ ધનાભાઈ ચાવડાને તેણે હપ્તેથી મોબાઈલ ફોન લઈ લીધેલ હતો જેના હપ્ત ભરતા ન હોય ફરિયાદીએ રૂપિયા માંગ્યા હતા જે સારું ન લાગતાં જગાભાઈ ચાવડાએ તેને ફોન કરીને વઘાસીયા ટોલનાકા પાસે આવેલ અર્જુન ચેમ્બરમાં શિવ કૃપા ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસે બોલાવ્યો હતો અને ત્યાં જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડી વડે તેને માર માર્યો હતો અને ત્યારે કિશોરભાઈ ચાવડાએ તેને પકડી રાખ્યો હતો ત્યારબાદ આરોપીએ તેની કાર નંબર જીજે ૧૧ સીએલ ૦૦૩૨ થી ફરિયાદીની કારને રોકીને જગાભાઈ ચાવડાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મુકેશભાઈ વાસાણી ચલાવી રહ્યા છે