વાંકાનેરમાં ડોક્ટરનું અપહરણ કરી લૂંટવા આવેલ ગેંગ પકડાઈ: પિસ્તોલ, એરગન અને ચાર છરી સાથે સાત આરોપીની ધરપકડ
મૂળ અમદાવાદના રહેવાસી આયુર્વેદિક ડોક્ટર સમયાંતરે વાંકાનેરમાં આવતા હોય છે અને વાંકાનેરમાં આવેલ વાણંદ સમાજની વાડીએ રોકાતા હોય છે જે ડોક્ટરનું અપહરણ કરવા માટે અગાઉ તેની પાસે નકલી પોલીસ બનીને પૈસા પડાવવા માટે ગયેલ શખ્સ સહિત કુલ મળીને સાત શખ્સો આવ્યા હતા અને ડોક્ટરનું અપહરણ કરવા માટેનું કાવતરું રચીને વાંકાનેરમાં ધામા નાખવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે વાણંદ સમાજની વાડી કે જેની બાજુમાં દેના બેન્ક આવેલ છે ત્યાં આ શખ્સો આંટા મારી રહ્યા હતા દરમ્યાન વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને શંકાના આધારે આ શખ્સોની પૂછપરછ કરતા ચોકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને આયુર્વેદિક દવાના વ્યવસાય સાથે જોડાયેલા ડોક્ટરને લૂંટી લેવા અને ધાડ પાડવાના ઇરાદે પિસ્તોલ, એરગન, ચાર છરી વગેરે જેવા હથિયારો સાથે રાખીને બે સ્કોર્પિયો ગાડીમાં કુલ આઠ શખ્સો આવ્યા હતા જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરનો પણ સમાવેશ થાય છે હાલમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરીને તેની સામે ધાડ, લૂંટની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સિટી પોલીસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરમાં આવેલ વાણંદ સમાજની વાડી પાસે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં દેનાબેંક પણ આવેલી હોય ત્યાં સાતથી આઠ જેટલા શખ્સો ત્યાં આંટા ફેરા કરતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં આટા ફેરા કરી રહેલા આ શખ્સોની પૂછપરછ કરવામાં આવતા ચોકાવનારો ખુલાસો થયો હતો અને આ શખ્સો લૂંટ, ધાડ પાડવાના ઇરાદે હથિયાર સાથે ત્યાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ ડી.વી. કાનાણી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સાત આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર ગુનાહિત કાવતરું રચીને વાંકાનેરમાં આવેલ વાણંદ સમાજની વાડી ખાતે રોકાયેલા મૂળ અમદાવાદના રહેવાસી ડો. ભરતસિંહ રાજપુત પાસેથી મોટી રકમ વસૂલ કરવાના ઇરાદે તેનું અપરણ કરી ધમકાવીને પૈસાની ખંડણી વસૂલ કરવા માટે થઈને આવ્યા હતા અને તેનો ઇરાદો પાર પડે તે પહેલા જ પોલીસે બેન્ક પાસે આંટા મારતા આ શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
હાલમાં પોલીસે રવિરાજસિંહ જાડેજા (૨૫) રહે. પીપરડી તાલુકો જામકંડોરણા, સિદ્ધાર્થ ઉર્ફે રોહિત કૂલાભાઈ સાબળે (૩૦) રહે. હાલ મણિનગર હાટકેશ્વર ગોપાલ નગર શેરી નં-૩ અમદાવાદ, રાજેશભાઈ કેદારપ્રસાદ રામાણી (૩૩) રહે. લક્ષ્મણ ગઢવાલ ચોક ભીમનગર ચેતન હોલની સામે મલાડ ઇસ્ટ મુંબઈ, સાંઈ ઉર્ફે સુર્યા સુનિલ સકટ (૨૪) રહે. હાલ સંતોષનગર ફિલ્મસિટી ગેટ ઇસ્ટ આંબાવાડી ઝૂંપડપટ્ટી ગોરેગાંવ મુંબઈ, વિશાલ નારણભાઈ સોનવણે (૨૬) રહે. હાટકેશ્વર લાલબાઈ સેન્ટર ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે હરીપુરાના છાપરામાં અમદાવાદ મૂળ રહે. જલગાવ, વરૂણ ઉર્ફે ગોલુ સંજય શર્મા (૨૦) રહે. ગોરેગાંવ ઇસ્ટ ફિલ્મ સિટીના ગેટ પાસે મુંબઈ અને અનિલ ઉર્ફે અલબટ લાહાનીયા જીંબલ (૨૩) રહે. ગોરેગાંવ ઈસ્ટ સંતોષનગર ફિલ્મસીટીના ગેટની બાજુમાં ઝૂંપડપટ્ટી મુંબઈ વાળાની ધરપકડ કરેલ છે અને હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ, છ જીવતા કાર્ટીસ, એક ખાલી મેગઝીન, એક એરગન, ચાર છરી, બે લાકડાના ધોકા, આઠ મોબાઇલ ફોન, જીઓ કંપનીનું એક ડોંગલ અને બે સ્કોર્પિયો ગાડી આમ કુલ મળીને ૨૫,૫૨,૪૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે
વધુમાં ફરિયાદી પીએસઆઇ ડી.વી. કાનાણી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આરોપી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અગાઉ અમદાવાદ ખાતે ડો. ભરતસિંહ રાજપુત પાસે પૈસા પડાવવા માટે થઈને નકલી પોલીસ બનીને ગયો હતો અને ત્યારે ત્યાં તે પકડાઈ ગયો હતો ત્યારે ડોક્ટરે જાહેરમાં તેની પાસે માફી મંગાવી હતી તેમજ તેને માર મરાવ્યો હતો જેથી તે બાબતનો ખાસ રાખીને ડોક્ટર પાસેથી પૈસા પડવાના ઇરાદે આ અપહરણનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને આરોપી વિશાલ નારણભાઈ સોનવલે જાતે મરાઠાએ ગેંગમાં તેની સાથે આવેલા અન્ય શખ્સોને બોલાવ્યા હતા અને ડોક્ટરનું અપહરણ કરી તેની પાસેથી મોટી રકમ વસૂલ કરવા માટે થઈને તેને ડરાવા ધમકાવવા માટે અને ખંડણી વસૂલ કરવા માટે થઈને આરોપીઓ બે સ્કોર્પિયો ગાડી લઈને વાંકાનેરમાં વાંણદ સમાજની વાડી પાસે આવ્યા હતા
જોકે મોરબી, રાજકોટ, જામનગર વિસ્તારમાં લૂંટ અને ધાડ પાડવા માટે થઈને ચોક્કસ ગેંદ આટા ફેરા કરતી હોય તે પ્રકારની હકીકત મળેલ હતી જેથી કરીને વાંકાનેર સિટી પોલીસી ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેરમાં આવેલા અમદાવાદના આયુર્વેદિક ડોક્ટરનું અપહરણ કરવામાં આવે ત્યાર પહેલા જ પોલીસે આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરેલ છે અને મુદ્દામાલ કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમા પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે અગાઉ અપહરણ, આઇપીસી કલમ ૪૦૬ અને ૪૨૦ મુજબના ગુના નોંધાઈ ચૂક્યા છે હાલમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે