વાંકાનેરની લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત
વાંકાનેરથી ભોજપર ગામ તરફ જઈ રહેલા આધેડના બાઇકને લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતમાં ઇજા પામેલા આધેડને રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભોજપર ગામે રહેતા રાધેશ મૂળજીભાઈ ચાવડા (૫૦) નામના આધેડની વાંકાનેરમાં બુટ પોલીસની દુકાન હોય તે ત્યાંથી પોતાના ઘર તરફ પોતાનું બાઈક લઈને પરત જઈ રહ્યા હતા ત્યારે લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે તેઓ બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં રાધેશભાઈ ચાવડાને ઇજાઓ થયો હોવાથી પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક આધેડના પરિવારજનની ફરિયાદ લેવા માટે પોલીસ તજવીજ શરૂ કરી છે
દેશી દારૂવાંકાનેર તાલુકાના વીરપરથી રાતાવિરડા રોડ પરથી પકડાયો
દેશી દારૂવાંકાનેર તાલુકાના વીરપરથી રાતાવિરડા તરફ જવાના કાચા રસ્તા ઉપર થી બાઇક નંબર જીજે ૩૬ એડી ૧૮૦૫ પસાર બાઈક ઉપર જઈ રહેલા બે શખ્સોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી ૯૦ લીટર દેશી દારૂ મળી આવતા પોલીસે ૧૮૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તથા ૩૫૦૦૦ ની કિંમતનું બાઇક કુલ મળીને ૩૬૮૦૦ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ગૌતમભાઈ જગાભાઈ ડાંગરોચા જાતે કોળી (૨૪) તેમજ વિજયભાઈ લાલજીભાઈ દેકાવાડીયા જાતે કોળી (૨૩) રહે. બંને વીરપર વાળાની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે