વાંકાનેરના લિંબાળામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની માતાને યુવતીના પિતાએ માર માર્યો
વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતી મહિલાના દીકરાએ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના પિતાને તે સારું નહીં લાગતા તેણે મહિલાને ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા શારદાબેન જાદવભાઈ સીતાપરા જાતે કોળી (ઉમર ૪૦) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા રહે. લિંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાએ આરોપી શંકરભાઈની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ છે જે તેઓને સારું નહીં લાગતા આરોપીએ ગામની સહકારી દૂધની ડેરી પાસે તેઓ હતા ત્યારે ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઇજા કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.