વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા વૃદ્ધને સરપંચ એવા સગા નાનાભાઈએ નજીવી બાબતે લાકડીથી ફટકારતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતાં ચતુરભાઇ ભનુભાઇ દેલવાડીયા ઉ.60 નામના વૃધ્ધને સાંજે તેના નાના ભાઇ પતુભાઇએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. ચતુરભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતાને પેરેલીસીસ હોઇ હાલ કામધંધો કરી શકતાં નથી. પોતાના નાના ભાઇ પતુભાઇ ગામના સરપંચ છે. ગામમાંથી ગેરકાયદેસર રીતે વાહનો નીકળતાં હોઇ તે બાબતે અને બીજા નિયમોનું પાલન કરાવવા બાબતે પોતે સરપંચ ભાઇને જણાવતાં તે તેઓને ન ગમતાં મારકુટ કરી હતી. પોલીસે હાલમાં સરપંચ ઉપર થયેલા આક્ષેપો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!