વાંકાનેરના કેરાળા ગામે થયેલ ફાયરિંગના ગુનાના આરોપી ઉપર નવા વઘાસીયા પાસે ચાર શખ્સોએ કર્યો હુમલો
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે રામરામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો અને ફાયરિંગ કર્યું હતું જે ઘટનાના આરોપી ઉપર વાંકાનેરના નવા વઘાસીયા ગામ પાસે ફાટક નજીક ચાર શબ્દો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ફોરવીલ કારમાં આવેલા શખ્સોએ વૃદ્ધના બાઇકને રોકાવીને તેને લાકડી વડે જેમ ફાવે તેમ માર મારીને ગાળો આપી હતી અને બંને હાથે અને પગે ગંભીર ઇજા કરી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા ધમલપર-૨ માં રહેતા લાખાભાઈ ગોરાભાઇ બાંભવા જાતે ભરવાડ (૬૫) એ હાલમાં નથુભાઈ ભગાભાઈ ગોલતર રહે. કેરાળા તાલુકો વાંકાનેર તેમજ અન્ય ત્રણ શખ્સો આમ કુલ મળીને ચાર શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, થોડા દિવસો પહેલા આરોપી નથુભાઈ ગોલતરના સગા રૈયાભાઈ ગોલતર સાથે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયેલ હતો અને ત્યારે ફાયરિંગ કરીને તલવાર વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો જેમાં રૈયાભાઇને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જે બાબતનો ખાર રાખીને નથુભાઈ ગોલતર તથા તેની સાથે આવેલા શખ્સોએ ફોરવીલ ગાડી વૃદ્ધના બાઈકની આડે ઊભી રાખી હતી અને લાખાભાઈ બાંભવાને લાકડી વડે શરીર ઉપર આડેધડ હાથે અને પગે માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ લાખાભાઈ બાંભવાએ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે