મોરબીના ચકચારી કેસમાં આરોપી વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઇ સહિતના ત્રણ આરોપીની ધરપકડ
મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૧૨ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીના રિમાન્ડ નામંજૂર આરોપીને કરવામાં આવેલ છે દરમિયાન આજે બપોરના સમયે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા તેનો ભાઈ સહિત ત્રણ આરોપીઓ મોરબીમાં પોલીસ સમક્ષ રજૂ થયા હતા જેથી કરીને પોલીસ તેની ધરપકડ કરી છે
મોરબીમાં અનુ. જાતિના યુવાનને તેનો બાકી નીકળતો પગાર માંગ્યો હતો જેથી તેને રવાપર ચોકડીએ આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝ ખાતે પગાર લેવા માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે તેને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો તેમજ પગારના બદલે મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું તેવી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિત કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી.રબારી તેમજ અજાણ્યા સાત શખ્સો આમ કુલ મળીને ૧૨ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનામાં પોલીસે ભોગ બનેલા યુવાનને જે તે સમયે ફડાકો માર મારનારા મયુર ઉર્ફે દેવો દિલીપભાઇ કલોતરા રબારી (ડી.ડી.રબારી) (૨૬) રહે. રબારીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી અને તે આરોપીના રિમાન્ડ નામંજૂર કરેલ છે જેથી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે આ ગુનામા આજે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ તેના વકીલ સાથે મોરબી જિલ્લા એલસીબી ની ઓફિસે રજૂ થયા હતા જેથી કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે રાણીબાએ અગાઉ તેના જન્મદિવસ વખતે મોરબીના એસપી રોડ ઉપર જાહેરમાં એક સાથે ૩૦ જેટલા કેક ટેબલ ઉપર રાખીને તલવાર જેવા હથિયારથી તે કેક કાપ્યા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો જે વીડિયોના આધારે તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં પરીક્ષિત તેમજ અન્ય જે આરોપીઓ છે તેને પકડવા માટે થઈને પણ પોલીસ દ્વારા હાલમાં તજવીજ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે હીલમાં આ ગુનામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તેના ભાઈ ઓમ પટેલ અને રાજ પટેલની ધરપકડ થઇ છે