- ગાંધીધામ ઈન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ
- અજાણ્યા શખ્સોએ ટ્રેનનું સિગ્નલ લોસ કર્યું
- 5 લોકો પાસેથી 3,20,000ની સનસનાટીભરી લૂંટ ચલાવી ખેડાના ડાકોર ગોધરા રુટ તરફથી જતી ટ્રેનમાં લૂંટની ચોંકાવનારી ઘટના બની છે. મધરાતે ડાકોર ગોધરા રુટ પર અંગાડી પાસે લૂંટારુઓએ ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનમાં લૂંટ ચલાવી છે. લૂંટારુઓએ લૂંટ કરતા પહેલા સિગ્નલ લોસ કરીને ટ્રેનને રોકી હતી અને ત્યારબાદ 5 લોકો પાસેથી 3,20,000ની સનસનાટીભરી લૂંટ ચલાવી હતી. આ મામલે રેલવે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ આદરી છે. ડાકોર ગોધરા રૂટ ઉપર અંગાડી નજીક રેલવેમાં લૂંટ થયાની વિગતો સામે આવી છે. જેમાં અજાણ્યા લોકોએ સિગ્નલ લોસ કરતા ટ્રેન રોકાઈ હતી. ગાંધીધામ ઇન્દોર સુપર ફાસ્ટ ટ્રેનને રાત્રે 1:40 કલાકે અજાણ્યા લોકોએ સિગ્નલ લોસ કરી ટ્રેન રોકીને કુલ 3 લાખ 20 હજારની લૂંટ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર મામલે આણંદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
લૂંટારુઓ ટ્રેનમાં ચઢીને 5 લોકો પાસેથી 3 લાખ 20 હજારની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ નજીકના હાઇવે પર જતા રહી ફરાર થઇ ગયા હતા. લૂંટારુઓએ કોચમાં ચઢીને આતંક મચાવતાં મુસાફરોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.લૂંટની જાણ થતાં જ આણંદ રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મુસાફરો પાસેથી માહિતી મેળવીને લૂંટારુઓને શોધવા ઊંડી તપાસ શરુ કરી હતી. ઉલ્લેખનિય છે કે 20 દિવસ અગાઉ પણ ટ્રેનનું આ રીતે ઇમરજન્સી રોકાણ થયું હતું. 17 ઓક્ટોબરે ઇણરજન્સી રોકાણ થયું હતું અને આ જ પ્રકારે 35 હજારની લૂંટ પણ થઇ હતી. લૂંટારુઓએ વારંવાર આ પ્રકારે લૂંટ ચલાવીને રેલવે પોલીસને પડકાર ફેંક્યો છે. લોકોમાં અસમાજિક પ્રવૃત્તિની વધી રહેલી માનસિક્તાના કારણે ક્રાઈમ વધી રહ્યું છે, જે માનવ સમૂદાય માટે એક વિચાર વિમર્શની બાબત છે.
રવિવાર, ઓક્ટોબર 6
Latest News
- વાંકાનેરમાં લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકનું આયોજન કરાયું
- નવરાત્રીમાં કડક બંદોબસ્ત સાથે વાંકાનેર સીટી પોલીસે અન ડિટેક્ટ ચોરી નો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ નાખ્યો
- ટંકારા ઓવરબ્રિજના નર્કાગાર બનેલા ગરકનાળાની ગંદકી દુર કરી ઢોર ઢાંખર ખદેડવાના બદલે નાળુ જ બંધ કરી દેવાની હાઈવે તંત્રની મેલી રમત:આપ
- મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો!!!
- માહિતી અધિકાર અધિનિયમ નો ઉપયોગ કરતા લોકો પર જોખમ મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- ખેલૈયાઓ માટે ખુશ ખબર નવરાત્રીમાં મન મૂકીને ગરબે ઘૂમો વરસાદનું ટેન્શન હવામાન ખાતાની આગાહીએ દૂર!!!
- વાંકાનેર સીટી પોલીસે નવરાત્રી મહોત્સવ અને વિજયાદશી અંતર્ગત શાંતી સમિતિની બેઠક કરી
- વાંકાનેર રેલવે સ્ટેશન નજીક દુર્ગંધીયુક્ત મરેલા ભૂંડ ની ફરિયાદ મીલ કોલોની વિસ્તારના લોકોએ ફોન કરી કરીને થાક્યા પાલિકા કચેરીમાં ડિજિટલ યુગમાં ફોન રીસીવર થયો નહીં!!!
- અજાણી લાશની ઓળખ મેળવવા વાંકાનેર તાલુકા પોલીસની તજવીજ શરૂ!!!
- વાંકાનેર નું લુણસરિયા ગામ સ્વચ્છતા મા ત્રીજી વખત કરી એન્ટ્રી!!!