ટંકારા તાલુકામાંથી ૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનારા ત્રિપુટી ૧૫ ચોરાઉ મોટરની સાથે ઝડપાયા
દિવાળી પર્વને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે તેવામાં મોરબી તાલુકા પોલીસની ટિમ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામે હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં ત્રણ ઈસમ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પૂછપરછ કરતાં તેને લતીપાર ગામ નજીક કારખાનામાંથી ૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી જેથી પોલીસે હાલમાં ૧૫ મોટર અને બે મોબાઈલ ફોન કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
મોરબી તાલુકા પોલીસની ટિમ પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ કામ અને પેટ્રોલીંગ કરી રહી છે તેવામાં વાસુદેવ રણછોદભાઇ સોનગ્રાને મળેલ બાતમી આધારે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામેથી ત્રણ ઇસમો શંકાસ્પદ રીતે આટા ફેરા કરતો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પૂછપરછ કરી હતી ત્યારે પોતે ટંકારાના લતીપાર ગામથી આશરે પાંચ સાત કિ.મી. દૂર એક બંધ કારખાનામાથી ૨૫ નંગ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે તેની પાસે નાની મોટી પંદર ઇલેક્ટ્રીક મોટર જેની કિંમત ૮૭,૦૦૦ તથા બે મોબાઇલ જેની કિંમત ૭૫૦૦ આમ કુલ મળીને ૯૪,૫૦૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી હતી અને આરોપી જાવીદભાઇ સલીમભાઇ સૈયદ જાતે બુખારી (૨૦) રહે. દાતાપીરની દરગાહ પાસે વાંકાનેર, આસીફભાઇ ઇબ્રાહીમ કેંડા જાતે સંધી (૨૬) રહે વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ વાંકાનેર અને અખ્તરભાઇ આદમભાઇ મકરાણી જાતે મુસ્લીમ (૨૦) રહે. પેડક દિગવિજયનગર વાંકાનેર વાળાની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરી પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ પીએસઆઇ બી.એમ.બગડા, વાસુદેવ રણછોડભાઇ સોનગ્રા, યસવંતસિંહ પ્રવીણસિંહ ઝાલાએ કરી હતી