જસદણ ભાજપમાં જૂથવાદનો મામલો, ભુપતભાઈ કેરાળીયા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આમને-સામને
ગુજરાત ભાજપ જસદણમાં વિખવાદનો મામલો સામે આવી રહ્યો છે. ગુજરાત ભાજપના ટોચના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો વિસ્તારમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાનો આક્ષેપ છે કે જૂના ભાજપના કાર્યકરોને બાવળીયા હેરાન કરે છે. આ આક્ષેપ બાદ જસદણ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ગુજરાત ભાજપ જસદણમાં વિખવાદનો મામલો સામે આવી રહ્યો છે. ગુજરાત ભાજપના ટોચના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો વિસ્તારમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાનો આક્ષેપ છે કે જૂના ભાજપના કાર્યકરોને બાવળીયા હેરાન કરે છે. આ આક્ષેપ બાદ જસદણ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલામાં મંત્રી બાવળિયા દ્વારા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ભાજપના અગ્રણી ભુપતભાઈ કેરાળીયા અધિકારીઓંને ધમકાવી અને બ્લેકમેઈલ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારબાદ વિવાદ વધારે વકર્યો હતો
કેબિનેટ મંત્રીએ કલેકટરને પત્રથી સ્થાનિક ભાજપમાં વિવાદ વધારે વકર્યો છે. આ પત્રમાં ભાજપના અગ્રણી ભુપતભાઈ કેરાળીયા અધિકારીઓંને ધમકાવી અને બ્લેકમેઈલ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારબાદ આ મુદે ભાજપના અગ્રણી ભુપત કેરાળીયાનો પડકાર અને કહ્યું કે રાજકોટ કે ગાંધીનગર ખુલ્લા મંચમાં ખુલાસો કરવા કેરાળીયાએ તૈયારી બતાવી છે. કેબિનેટ મંત્રી અમરાપુરમાં ધમકાવી કામ કરાવતા હોઈ તેના પુરાવા આપવાની તૈયારી બતાવી હતી.