WORLD CUP 2023: પાકિસ્તાનનો ધબડકો, ભારતને આપ્યો 192 રનનો ટાર્ગેટ.
પાકિસ્તાને ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાનની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 42.5 ઓવરમાં 191 રન સુધી જ સિમિત રહી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 29.3 ઓવરમાં બે વિકેટે 155 રન હતો અને તેની સ્થિતિ મજબૂત દેખાતી હતી. આ પછી ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનની ટીમને હરાવી દીધી હતી.
વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ આજે (14 ઓક્ટોબર) ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. ભારતે ટોસ જીતીને કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શુભમન ગીલે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી છે, આ તેનું વર્લ્ડ કપ ડેબ્યુ પણ છે. જ્યારે ઈશાન કિશનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનની ટીમે છેલ્લી મેચની વિજેતા ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાને ભારતીય બોલરો સમક્ષ આત્મસમર્પણ કર્યું. પાકિસ્તાનની આખી ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ હતી. બેટ્સમેનો માટે મદદરૂપ બનેલી આ પીચ પર ભારતીય બોલરોએ યોગ્ય લાઇન લેન્થ સાથે બોલિંગ કરી અને સમગ્ર પાકિસ્તાની ટીમને 191 રનમાં સમેટી દીધી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. જ્યારે રિઝવાને 49 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય તમામ બેટ્સમેનો ‘તુ ચલ મેં આયા’ની તર્જ પર આઉટ થયા હતા. પાકિસ્તાને છેલ્લી આઠ વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી. ભારતને આપ્યો 192 રનનો ટાર્ગેટ પાકિસ્તાને ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાનની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 42.5 ઓવરમાં 191 રન સુધી જ સિમિત રહી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 29.3 ઓવરમાં બે વિકેટે 155 રન હતો અને તેની સ્થિતિ મજબૂત દેખાતી હતી. આ પછી ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનની ટીમને હરાવી દીધી હતી. બાબર આઝમે સૌથી વધુ 50 રન અને મોહમ્મદ રિઝવાને 49 રન બનાવ્યા હતા.વર્લ્ડ કપમાં પાકિસ્તાન એક પણ મેચ ભારત સામે જીત્યું નથી ભારત વિ પાકિસ્તાન મેચની વાત કરીએ તો ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીત નોંધાવી શક્યું નથી. આ પહેલા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ સાત મેચ રમાઈ છે અને તે તમામ સાત વખત ભારતે જીત મેળવી છે.